STORYMIRROR

Rohit Prajapati

Drama

4  

Rohit Prajapati

Drama

મારું જન્મસ્થાન

મારું જન્મસ્થાન

1 min
133

સ્મૃતિઓ સામે આવી આજે સળવળી ઊઠી,

માદરે વતનની ખુશ્બુ રોમરોમમાં ખીલી ઊઠી.


વર્ષો પછી પણ પગ મૂકતાં એવું જ પોતિકું લાગ્યું,

ઊડેલી ધૂળની ડમરી પણ જાણે મને ચૂમી ઉઠી.


વડીલોના આશીર્વાદ પણ ફળી રહ્યા મને,

એવું સ્વર્ગ તણું સુખ જોઈ લીલોતરી પણ મહેંકી ઉઠી.


દોડા દોડીમાં સદંતર ભૂલી ગયો હતો મળવાનું મને,

તમન્નાઓ પણ ફરી નિજાનંદી બનવાને સળગી ઉઠી.


યાદો ને લાગણીઓનું જન્મસ્થાન બહુ ગમ્યું મને,

અહીંજ અંતિમ શ્વાસ લઉં એવી ઇચ્છા મનમાં જાગી ઊઠી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama