મારો લાલ
મારો લાલ
1 min
477
વળગણ કેમ કરી ને
છૂટે મારા લાલ...
આજ તને હાલરડું
ગાઈ હાલા કરાવું.
મારા લાલ ને ચૂમી ભરુ.
અંતર મહી સ્મિત જગાડું.
નિત નિત તને વહાલથી
જગાડું...
એકવાર "મા" કહી બોલાવ
મારા વ્હાલા
આજ મારા સ્નેહથી
તને અંઘોળ કરાવું..
નિત નિત પારણીયે
ઝૂલાવું...
મારા લાલાને
ઘૂંઘરીયે રમાડું..
આજ તને હાલરડું
ગાઈ હાલા કરાવું
મારા લાલા ને પારણીયે
પોઢાડું...........