STORYMIRROR

Bhavna Bhatt

Drama Tragedy

5.0  

Bhavna Bhatt

Drama Tragedy

મારી પ્યારી માં

મારી પ્યારી માં

1 min
10.6K


મારી પ્યારી માં...

આઇ મિસ યુ...

છેતરીને છટકી ગઈ તું હાંકી તારી નાવડી,

ઉતાવળ શું કરી મા તે જવા માટે આવડી?


અપાર પ્રેમ વરસાવી, અમને તે પોષયા,

તારી છાયામાં અમને સૌને સંતોષયાં,

તોયે તારી સેવા અમને કરતા ના આવડી,


દિલ તો દરિયાથી માં, તે રાખ્યુ હતું મોટું,

ફાવે તેમ બોલ્યા તોયે, લાગ્યુ નથી ખોટું,

સ્વભાવની સદા હતી, માં તું ગરીબ ગાવડી,


નથી કોઈ દિવસ તેં, માગ્યું કંઈ મુખે,

એકરૂપે રહી મા તું સદા સુખે દુઃખે,

ઠોકર ખાતાં જોઈને અમને પકડી લેતી બાવડી,


અમને રાખીને ભૂખ્યા, કદી નથી ખાધું,

આવી રૂડી માવડી હું, હવે કયાંથી લાવું,

લાખ લાખ યતનો કર્યે મળે કયાં તું માવડી,


અનંત ઉપકારો તારાં, બદલો શું દઈએ?

ભવોભવ માડી તારાં, ચરણોમાં રહીએ,

બાલુડાં તારાં પૂજે તારી પાવડી........


Rate this content
Log in

Similar gujarati poem from Drama