STORYMIRROR

Diptesh Mehta

Romance Others

3  

Diptesh Mehta

Romance Others

મારી પિયુને પ્રેમપત્ર...

મારી પિયુને પ્રેમપત્ર...

1 min
244

મને હતું કે તું મને'જ પ્રેમ કરે છે,

જેની મે મારા દિલમાં નોંધ કરી હતી,

પણ હદય તુટ્યું તો જાણ્યું કે તું'તો,

કોપી પેસ્ટની જેમ કોઈ બીજાની થઈ ગઈ.


તારી એક એક તીરછી નજરની વાતને,

મારી કવિતામાં આવરી લીધી હતી,

છંદ શું એ ખબર ના હોવા છત્તાં તારા પ્રેમમાં,

મે મારી ઘણી કવિતાઓ છંદોબધ્ધ કરી હતી.


તને પ્રેમપત્રના રુપે વ્યાકરણના નિયમો ભૂલી,

એકથી એક ચડિયાતી કવિતા લખી હતી,

તારો પ્રેમ ઓછો થઈ રહ્યો છે તેવું દેખાતા,

મે બંધારણના તમામ નિયમો'ય તોડ્યા.


તારો પ્રેમ પામવા મારા મનમાં ઉગ્યું એ લખ્યું,

સાત જન્મો વિશે તો ખબર નથી પણ,

સાથે વિતાવેલા એ દિવસો આજે'ય યાદ છે,

પ્રેમપત્રો લખવાની એ મઝા ક્યાં રહી હવે !


મત્લા કે કાફીયા પણ ક્યાં સમજાય છે મને,

તોયે તારા પ્રેમમાં બળીને ખાખ થઈ ઞયો,

તારા પ્રેમમાં પાસ થવા કાજે હંમેશાં,

દિલમાં હતાં એજ શબ્દો બહાર લાવવા ચાહ્યું.


દિલ તુટ્યું તો ખબર પડી કે તનેય,

ઢાળ અને સૂરની પુરતી સમજ જ નહોતી,

નહીતો મારા પ્રેમનું એ ગઝલરૂપી ગીત,

અસલ ઢાળથી ગવાયું જ હોત ને !


હું'તો તારા પ્રેમમાં સરગમ રુપી વહી જાણું,

નક્શામાં બતાવેલ નહેરની જેમ વહેતા ક્યાં આવડે મને,

મારામાં ઉગી મારામાં જ આથમવું,

એજ કવિતા લખતા આવડે 'દિપુ'ને હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance