મારી ઓળખ
મારી ઓળખ
હું ઈશ્વરનું અમૂલ્ય સર્જન છું,
મળ્યો છે માનવદેહ તો,
માનવ બની જીવી જાઉં છું,
મારી પાસે થોડી આશા છે, થોડી નિરાશા છે,
થોડીરમાં આસ્થા છે ખુદ પર વિશ્વાસ છે,
માનવ છું કંઈ અગણિત ભૂલો કરું છું,
ક્યારેક ભૂલો સુધારી લઉં છું,
તો ક્યારેક ભૂલોનું પરિણામ ભોગવી લઉં છું,
માનવી છું ક્યારેક પ્રીતના રંગે રંગાવ છું,
ક્યારેક નફરત કરી મારી ફિતરત બતાવી દઉં છું,
ક્યારેક ઈશ્વર પાસે થોડી માંગણી કરી લઉં છું,
ક્યારેક ઈશ્વર પ્રત્યે લાગણી જતાવી દઉં છું,
સ્વાર્થી છું ક્યારેક દાન દક્ષિણા આપી મારી ખુશી માગી લઉ છું,
મારી પાસે ઘણા સપનાં છે,
પૂર્ણ કરવા કોશિશ કરી લઉં છું,
ના પૂર્ણ થાય તો ઈશ્વરને અને નસીબને દોષ આપી રડી લઉં છું,
માનવી છું માનવીની ફિતરત બતાવી દઉં છું,
ખબર છે જિંદગી થોડી છે,
કંઈ સાથે આવવાનું નથી,
તોયે અઢળક ભેગું કરી લઉં છું,
દુનિયાની સંપતિ પાછળ દોટ મૂકી,
ઈશ્વરને આપેલા કોલને ભૂલી જાઉં છું,
મંઝિલ ન મળે તો ગભરાઈ જાઉં છું,
મારી ભીતર પડેલી શક્તિને હું ભૂલી જાઉં છું,
રોજ તો ઈશ્વરને યાદ કરવાનું ભૂલી જાઉં છું,
મુસીબત આવે તો ઈશ્વરના શરણે જાઉં છું,
સ્વાર્થી છું સંકટના સમયે જ ઈશ્વરને યાદ કરી લઉં છું,
સંપતિ માટે ખરા ખોટા કામ કરી લઉં છું,
મળે જો સજા તો નસીબને દોષ દઈ દઉં છું,
હું માનવી છું કઈ કેટલીય ભૂલો કરી લઉં છું.
