મારી કવિતાને જાણે પ્રાસ મળ્યો
મારી કવિતાને જાણે પ્રાસ મળ્યો
જ્યારથી તારી લાગણીનો વરસાદ મળ્યો,
જાણે આ બેજાન લાશને શ્વાસ મળ્યો,
જ્યારથી તારા પ્રેમનો પ્રતિસાદ મળ્યો,
જાણે આ હૈયાને આનંદભર્યો પ્રવાસ મળ્યો,
જ્યારથી મારા હાથને તારો હાથ મળ્યો,
જાણે ઉદાસ હૈયાને નવો વિશ્વાસ મળ્યો,
જ્યારથી તકલીફમાં તારો કંધો મળ્યો,
જાણે અમાસની રાત્રિએ ઉજાસ મળ્યો,
જ્યારથી જીવનમાં તારો સહકાર મળ્યો,
જાણે ધરતી પર જન્નતનો અહેસાસ મળ્યો,
જ્યારથી સાંભળી દિલ દઈને મારી વાતો,
જાણે મારી કવિતાને નવો પ્રાસ મળ્યો.