STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Children

મારે તો પતંગિયું બનવું છે

મારે તો પતંગિયું બનવું છે

1 min
205

મારે તો પતંગિયું થવું છે,

હરેક ફૂલનો સ્પર્શ માણવો છે,


અદભુત રંગોથી શોભવવો છે મારે દુનિયાનો બાગ,

ફૂલોના મિત્ર બની સંગાથ માણવો છે,


આ બગીચાની સહેલ કરવી છે,

આ નાની પાંખો વડે આકાશે ઊડવું છે,


આ નાની પાંખોમાં સપનાંઓ મોટા,

આ ફૂલોનું અમૃત ચાખવું છે,


આ ફૂલોની પાંખડીનો પ્રેમ પામવો છે,

આ લાલ પીળા ગુલાબી ફૂલોની સુંગધનો દરિયો પામવો છે,


આ ફૂલોની સાથે ડાળખી સાથે પણ પ્રીત બાંધવી છે,

આ ફૂલોની પ્રભાતફેરીમાં શામિલ થવું છે,


આ હરખુડી ઝાકળનો સંગ માણવો છે,

આ અતૃપ્ત હૈયાને થોડી ભિનાશ આપવી છે,


મારે પતંગિયું બનવું છે,

મારી નાની પાંખો વડે સ્વતંત્ર ઊડવું છે,

મારે તો પતંગિયું બનવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children