STORYMIRROR

Neeta Chavda

Fantasy Children

3  

Neeta Chavda

Fantasy Children

મારે ફરી એકવાર સ્કૂલે જવું છે

મારે ફરી એકવાર સ્કૂલે જવું છે

2 mins
35

મારે ફરી સ્કૂલે જવું છે.

દોડતી જઈને મારે રોજની પ્રાર્થનામાં બેસવુંં છે


રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવુંં છે.

નવી નોટો ની સુંગધ લેતા પહેલા પાને


સુંદર અક્ષરે મારુ નામ લખવું છે.

મારે ફરી સ્કૂલે જવું છે.


રીસેસ પડતા જ વોટર બેંગ ફેકી,

નળ નીચે હાથ ધરી પાણી પીવુંં છે.


જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી...

મરચું મીઠું ભભરાવેલ,


આંબલી - બોર - જમરૂખ 

લીંબું - કાકડી બધું ખાવું છે.


મારે ફરી સ્કૂલે જવું છે.

છૂટવાના ઘંટની રાહ જોતા,


ફેન્ડ્ સાથે ગપ્પા મારતા ક્લાસમાં બેસવુંં છે.

ઘંટ વાગતા જ ફેન્ડ્નું કુંડાળું કરી ને,


દોડવાની રેસ લગાવતાં ઘેર જવુંં છે.

રમત - ગમતનાં પિરિયડમાં,


ફૂટબોલનાં મેદાનની વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.

મારે ફરી એકવાર સ્કૂલે જવું છે.


દિવાળી વેકેશનની રાહ જોતા,

છ માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.


બહારથી રમીને આવીને હાથ ધોયા વિના જ,

જમવાની થાળી પર બેસવુંં છે.


વેકેશન પત્યા પછી ગમ્મતો દોસ્તો ને કહેવા..

મારે ફરી એકવાર સ્કૂલે જવું છે.


કેટલીય ભારી જવાબદારીઓ ના બોજ કરતા,

પીઠ પર દફ્તરનો બોજ વળગાડવો છે...


ગમે તેવી ગરમીમાં એરકંડિશન ઓફિસ કરતાં,

પંખા વિનાના કલાસમાં બારી ખોલીને બેસવુંં છે.


ઓફિસની આરામ દાયક ખુરશી કરતા,

ત્રણની બેંચીસ પર ચાર ફ્રેન્ડને બેસવું છે.


મારે ફરી એકવાર સ્કૂલે જવું છે.

નાના હતા ત્યારે જલ્દી મોટા થવું હતું...


આજે જયારે મોટી થઈ ત્યારે ખ્યાલ આવ્યો છે કે,

'તૂટેલા સ્વપ્નો' અને 'અધૂરી લાગણીઓ' કરતા,


'તૂટેલા રમકડાં' અને 'અધૂરા હોમવર્ક' સારા હતા...

આજે સમજાય છે જયારે કામમાં 'મમ્મી'ખિજાય એના કરતાં,


શાળામાં શિક્ષક 'ઉભા રાખતા' હતાં એ સારુ હતું...

આજે ખબર પડી કે ૧૦ - ૧૦ રૂપિયા ભેગા કરીને જે નાસ્તાનો જે આંનદ આવતો હતો એ 


આજે 'ઢોંસા ને પીઝા' માં નથી આવતો...

મારે ફરી એકવાર સ્કૂલે જવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy