મારે જાવું છે
મારે જાવું છે
મારે જાવું છે કુંજગલીમાં કોયલ સાથે ગાવા,
મારે જાવું છે ફૂલઘાટમાં ભમરા સાથે ન્હાવા,
કોયલ બોલે કૂ કૂ કરે,
મીઠા ટહુકે કુંજ ભરે,
હારે, મારે જાવું દેવના દર્શને નિરખી જોવા,
પ્રભુજીને વિનવીને મારે આજે દુ:ખડાં ખોવા,
આરતી થાય, નગારાં વાગે,
દર્શનથી તો દુ:ખડાં ભાગે,
હારે, મારે જાવું છે મોરલા પાસે નાચ નાચવા,
કે અષાઢી મેઘને જોઈ ચડતું ઘેન યાચવા,
મોરલા નાચે થન થન,
કે સાથે નાચે મારું મન,
હારે, મારે જાવું ગાઢ વન વાંદરા સાથે લડવા,
કે ઊંચાં ઊંચાં વૃક્ષો પર છલાંગ મારી ચડવા,
