STORYMIRROR

Dr.Milind Tapodhan

Inspirational

3  

Dr.Milind Tapodhan

Inspirational

મારાં મનની પાનખર

મારાં મનની પાનખર

1 min
352

મારાં મનની અસંખ્ય

ડાળખીઓને થોડી બસ ખંખેરી,

અને ખરખરી ઉઠ્યાં વર્ષો જૂની

ખાટી મીઠી યાદોનાં પર્ણ,


કેટલાંક પર્ણ હૃદયની અત્યંત

સમીપ હતા, કેટલાંક જાણે

હૃદયનાં જ ભાગ હતાં,


પરંતુ હવે સમય

હતો જીર્ણ,જૂની અને પુરાણી

યાદોને છોડવાનો,

સમય હતો સ્વ રૂપાંતરણનો,


મનની પાનખર જીદ લઈને બેઠી હતી,

કે હવે હું જગ્યા કરીશ

નવી યાદો માટે,

નવી કુંપળો માટે,

નવાં જીવતાં રહેવાનાં કારણ માટે,


અને મેં ખંખેરી નાખ્યો સમગ્ર ભૂતકાળ,

ભવિષ્યનો ભય, બધી જ નકામી ચિંતાઓ,

સમગ્ર અનિશ્ચિતતાઓ, સર્વ વિટમ્બણાઓ,


મેં મારાં મનનાં વૃક્ષને આ પાનખરે,

તક આપી, ખુદને બદલવાની

ખુદને સમજવાની,

ખુદને પ્રેમ કરવાની અને સ્વીકારવાની,


મારાં માટે આ પાનખર એટલે પરિવર્તન,

મનનું .."જર્જરિતથી જાજરમાન" સુધી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational