STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

મારા શામળા

મારા શામળા

1 min
155

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા

વ્યોમ વિરાટને હિંડોળે હિંચાવું

હીંચકે ઝૂલતા નીરખી મારા શામળા

વસંતને મોકલી ફૂલડે વધાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા……


ઊંચા ડુંગરિયે દેવને બેસાડું

ડુંગરની ડગરો શણગારું મારા શામળા

આઠે પહોર તને સજાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા….


તમને સુવર્ણ સિંહાસને પધરાવું

આનંદથી ચામર ઢોળું મારા શામળા

ધૂપ દીપ આરતીથી મંગલ વરતાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા…..


તમને ગુલાબોની સેજે સુવાડું

મઘમઘતા અત્તર છંટાવું મારા શામળા

નારદજીને બોલાવી વીણા વગડાવું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા…..


જીવડો હરિ શરણમાં રમાડું

ભાવ ઝૂલે ભગવાનને હસાડું મારા શામળા

વ્રજનાં મધુરાં માખણ જમાડું

મારા અંતરમાં ભાવ એવા જાગ્યા રે શામળા…


વ્યોમ વિરાટને હિંડોળે હિંચાવું

જીવડો હરિ શરણમાં રમાડું 

જીવડો હરિ શરણમાં રમાડું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational