STORYMIRROR

Gayatri Patel

Tragedy Inspirational

3  

Gayatri Patel

Tragedy Inspirational

મારા આંગણે

મારા આંગણે

1 min
192

વ્હાલના ઝુલામાં ઝૂલેલી મારી લાડલી,

દાદા દાદી ભાઈ બેનીની વ્હાલી,


માનો પાલવ ઝાલી ચાલી સાસરે,

ઘરના ખૂણે ખૂણે ગુંજતી પાયલની ઝણકાર,


મારી દીકરીનો મધુર સ્વરનો રણકાર,

પિતાના કાળજાનો આજે થયો શણગાર,


માતાના સંસ્કારે ચાલી તું સાસરિયે ને દ્વાર,

મારી વ્હાલી બેનડીનો વિરાનો વધ્યો હવે ભાર,


હો,ઓ,લગ્નની છે વસમી વિદાય,

 હું પારકી થઈ મારા ઘર આંગણે,

ભાભી મારા ભાઈને સાચવજો,


અવસર આવીને જતો રહ્યો મારાં ઘર આંગણે,

 રસ્તા એ રાહ જોતી રહી હું મારાં આંગણે,


દરિયા જેવી આંખો આંસુની ધારા વહી, મારાં આંગણે,

એક પલકના પલકારે હું પારકી દીકરી,

ઝપકીને હાથ છૂટ્યો મારાં ઘર આંગણે,


પંખીના રૂપમાં હું પારેવડામાં ઊડી, પળમાં આંગણે,

પિયરની યાદો સચવાઈ નયનોમાં હવે આંગણે,

બાળપણની વાતો જુની થઈ મારાં આંગણે,


માતા પિતાના હાથે લઈ રહી હું વિદાય,

ઘર આંગણે .. ઘર આંગણે,


અજાણ્યા જાણ્યા પરિવારમાં હું મલકાઈ આંગણે,

જીવન સાથીની સંગીની હું મારાં આંગણે,


બે અલગ હૈયા એક થયા મારા આંગણે,

લગ્નના તાંતણે બંધાયા મન મંડપે,

સંબંધ થયો જન્મબંધનનો મારાં ઘર આંગણે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy