માનવીને જોયા છે
માનવીને જોયા છે
તનથી થાકેલાં ને મનથી મજબૂત માનવીને જોયા છે,
એશો આરામમાં પણ મનથી ભાંગેલા માનવીને જોયા છે.
પરસેવે મહેનતથી કમાતા માનવીને જોયા છે,
છળકપટથી પૈસા કમાઈ લેતાં માનવીને જોયા છે.
ઝૂંપડીમાં પણ મનભરીને હસતાં માનવીને જોયા છે,
બંગલો ગાડીને પૈસાથી પણ રડતાં માનવીને જોયા છે.
હજાર દુઃખો છતાં હસતાં માનવીને જોયા છે,
સુખ છે છતાં સુખી નથી એવાં માનવીને જોયા છે.
ગણના થાય ના દીનની ત્યારે અનીતિ કરતાં જોયા છે,
કૂટનીતિથી માન મેળવી જગમાં ફરતાં માનવીને જોયા છે.
