માનવી
માનવી


સત્, ત્રેતા ને દ્માપર છોડી ...
કળિયુગ નો થયો માનવી,
સત્ ને આંતરિક ભરી;
બાહ્ય જૂઠથી ભર્યો માનવી,
ઢોળ પર ઢોળ ચઢાવતો;
બહુરૂપી થયો માનવી,
આસ્તિક ને નાસ્તિક ના મેલમાં,
વાસ્તવિક ન થયો માનવી,
ધન દોલતની મોહમાં;
સ્વાભિમાન ખોતો માનવી,
સંપ ને સંયમ છોડી;
સ્વચ્છંદી થયો માનવી.