માનવ તું પહેચાન
માનવ તું પહેચાન
મૂકી સત્યના સાચા માર્ગને
દોડે પામવા જુઠા તું જગને
સારું શું, નરસું શું માનવ તું પહેચાન,
રૂપિયા એ ઘડી બે ઘડીના સંગ
ઈશ્વરના નામનો કાયમ રહે રંગ
સારું શું, નરસું શું માનવ તું પહેચાન,
હોય જ્યાં સંબંધો હેતના
એમાં હોય નહીં કોઈ બહાના
સારું શું, નરસું શું માનવ તું પહેચાન,
બારણે વાવી આંબા મળે જો કાંટા
એ હોય નહીં સંબંધો સાચા
સારું શું, નરસું શું માનવ તું પહેચાન,
દૂરથી દેખાતા ડુંગર રળિયામણાં
સમય આવ્યે થાય અળખામણા
સારું શું, નરસું શું માનવ તું પહેચાન.
