STORYMIRROR

Anami D

Tragedy

3  

Anami D

Tragedy

માણસાઈ

માણસાઈ

1 min
430

આમ તેમ હું રઝળુ છું

ને સતત એને શોધું છું,


આછી પાતળી દૂર કે નજીક

એ મને ક્યાંય દેખાતી નથી,


મને જાણ ન હતી કે

એ ક્યાંક ખોવાઈ છે,


પણ ગઈ કાલે મોડી રાત્રે

કુતરો સ્હેજ ભસ્યો, ને હું

લાકડી લઈને તૂટી પડ્યો,


પછી ઊંઘ ન આવી મને,

હું પથારીમાંથી ઊઠ્યો,


બારીમાંથી નજર કરી,

એ હજુય ઘરની સામે,


ફળીયામા બેઠો હતો,

ને કણસતો'ય હતો,


કાળી શાલ ટોપીના કારણે,

એ ચોર સમજીને ભસ્યો હશે,


ભાન થયું હવે મને

કે હું કૂતરો નથી,


હા હું માણસ છું,

ને મારી માણસાઇ ખોવાઈ છે.

        


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy