STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Thriller

3  

Jaya. jani. Talaja."jiya"

Thriller

માં તને પેરાલિસિસ ભૂલાવું

માં તને પેરાલિસિસ ભૂલાવું

1 min
210

ચાલ મા, તને પેરાલિસિસ ભૂલાવું. 

લાડલી મટી, તારી માં બની બતાવું.

તારા દર્દને ભૂલાવી, તને હસાવું.

ચાલ માં, તને પેરાલિસિસ ભૂલાવું...


હાલકે હાથે સ્નાન કરાવુંં.

કેસરી તિલક કરી આપું.

માથું ઓળી આપું, પાવડર કરી બાબુ બનાવું.

ભક્તિ ગીત ગાઈ, મંદિર અહીંં બતાવું.

ચાલ માં, તને પેરાલિસિસ ભૂલાવું...


હું તને આજ, વહાલથી જમાડું,

મારા બાપુની યાદ તને એમ અપાવું.  

આ વસમી જિંદગીને, હળવી કરી બતાવું.

ચાલ માં, તને પેરાલિસિસ ભૂલાવું....


વહેતી તારી અશ્રુધારા ને, રોકી બતાવું.

તારા એકાંતને, સહવાસથી ભગાડી બતાવું.

દીકરી હું, આજ તારી માં બની બતાવું.

ચાલ માં, તને પેરાલિસિસ ભૂલાવું...


પહેરાવી નેપી, હળવેથી સૂવડાવું.

થથ્પીયા દઈ, તને બાળની જેમ પોઢાડું

સ્વેટર, ટોપી નેે, કાનમાં નાખું રૂપાળું રૂ.

ચાલ માં, તને પેરાલિસિસ ભૂલાવું..


તારા ઘડપણને, દીકરીના દુલારથી ભરી આપું.

આજ દીકરો બની તને મજબૂત સાથ આપું.   

સેવા, ચાકરી, બામ (વિક્સ) ને, ટીકડી પ્રેમથી આપું.

દીકરી ને દીકરો એક સમાન એ સાબિત કરી આપું.

ચાલ માં, તને પેરાલિસિસ ભૂલાવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller