STORYMIRROR

Krishna Mahida

Tragedy

3  

Krishna Mahida

Tragedy

માઁ ની વિવશતા દીકરી

માઁ ની વિવશતા દીકરી

1 min
204

માઁ:-ઢળી રાતના મધ્યે ટકોરા બારણે સંભળાય,

મુજ બારણે સંભળાય, મુજ બારણે સંભળાય,


દીકરી:- માઁ માઁ ખોલ ના શબ્દો મારા કાનમાં અથડાઈ

મારા કાનમાં અથડાઈ.......


દીકરી:- નન્હી પરી થાવ તારી, હોંઠ નું હું સ્મિત,

પામવાં તુજ સ્નેહને મારુ મન ત્યાં લલચાય.

 મારુ મન ત્યાં લલચાય........


માઁ :-હું એ ઝંખું સાથ તારો, કેમ કરી તેને કહું,

 તુચ્છકાર તારો થાય અહીં એ મુજથી ના જોવાય.

 એ મુજથી ના જોવાય....


દીકરી:-તારો સહારો હું બનું, મારો સહારો તું બને,

તલવાર થઈશ હું તારી, પહેલા ઢાલ મારી થા.

પહેલા ઢાલ મારી થા.....


માઁ:- કોઈ કહે ભારો સાપનો ને, કોઈ કહે પારકી જણી,

 અવહેલેના તારી સદા અહીં એ મુજથી ના જોવાય

 એ મુજથી નાજોવાય....


દીકરી:- લક્ષ્મી બની આવ હું, કુમકુમ પગલે નીજ ઘર જાવું,

તોયે છોડીશ ના સાથ તારો, માઁ કેમ તું ગભરાઈ

માઁ કેમ તું ગભરાઈ......


માઁ:- નરભક્ષી નજરો અહીં, કેમ કરી તુજને સંભાળું

વિવશતા જોઈને મારી હવે, આંખ ત્યાં છલકાય.

મારી આંખ ત્યાં છલકાય.......


દીકરી:- ના હવે હું આવું કોદી, નાં હું તને વિવશ કરુ,

નિષ્ઠુર દુનિયા નાં જાકારે, જોડ દીવા થાય.

અહીં જોડ દીવા થાય........

માઁ માઁ ખોલ ના શબ્દો મારા કાનમાં અથડાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy