માળો
માળો
એક તરણું ચાંચમાં પંખી ભરે,
બાંધવા માળો એ મહેનત બહુ કરે,
જાય સૂરજ સાંધ્યકાળે આથમી,
ક્ષિતિજો મળવા અધીરી તરવરે,
મોરલીમાં કૃષ્ણ મારે ફૂંક જ્યાં,
પ્રેમ રાધા શ્યામનો ત્યાં પાંગરે,
ઝળહળે છે તારલા ઈચ્છા તણાં,
આશનો ઝગમગ સિતારો ના ખરે,
જો ગયા છોડી જે પોતાના હતા,
‘દિવ્ય’ સંસ્મરણો જ એના સાંભરે.
