STORYMIRROR

Chirag Padhya

Classics

3  

Chirag Padhya

Classics

"મા"

"મા"

1 min
845




મમતાની દેવી તું પળભર ભુલાય નહી,

મા તારી તૂલના કોઇનાથી થાય નહી.


નિસ્વાર્થ પ્રેમની તું ગંગા વહાવતી,

સ્નેહ પ્રવાહથી અમને ભિંજાવતી,


વિધાતાની ઓળખ તું વંદન ભુલાય નહી,

મા તારી તૂલના કોઇનાથી થાય નહી.


નવ-નવ માસ રાખ્યા ઉદરમા સાચવી,

જનમ આપ્યો ભોગવી કષ્ટ તે રાત દી',


હજારો જનમે આ ઋણ ચૂકવાય નહી,

મા તારી તૂલના કોઇનાથી થાય નહી.


કરી ઉજાગરા તે ખોળે સુવડાવ્યા,

ભુખી રહીને સદા અમને જમાડ્યા.


જોડ તારી જનની કોઇથી શોધાય નહી,

મા તારી તૂલના કોઇનાથી થાય નહી.


દીકરા જે મા ની કદર નથી જાણતા,

તોલે છે લાગણી જે મોલ નથી માપતા.


ભુલ આ કુદરતથી માફ કરાય નહી,

મા તારી તૂલના કોઇનાથી થાય નહી.


પુછો એ ઘર માં જ્યાં છાયા નથી માતની,

સુના છે ઓરડા અને સુકી છે લાગણી.


કદર કર્યા વિના આ ભવ તરાય નહી,

મા તારી તૂલના કોઇનાથી થાય નહી..!


Rate this content
Log in

Similar gujarati poem from Classics