મા તું સર્જનહાર
મા તું સર્જનહાર
મા તું મારી સર્જનહાર;
ઓ નાથ રે ઓ સર્જનહાર સંભળાય જો પોકાર,
લાવી છું તે ઝોળીમાં તું ભર જન્મોજનમ ઉદ્ધાર;
ચોર્યાશીનો ફેરો ફરીને તારે આંગણ આવી તાત,
ઉદરે તારી પામી જગ્યા ધન્ય અહો હું થઈ છું માત,
હવે અર્દન નહિ આરંભ મને દે ભીખમાં,
વધામણા કર તું આ લક્ષ્મી સ્વરૂપનાં,
ભાત જેની પડશે માડી કંકુ પગલામાં,
શ્વસી લે વિશ્વાસ માડી દે સંવર્ધન દે ઉગાર;
વરદાન પછી હું વચન સમર્પું, વિનિમયમાં,
અવતરીશ તારી પરછાઇના સ્વરૂપમાં 'મા',
પાપા પગલી સંગે સંગે સમયની ભરતી ભરતી જાઉં,
તારે આંગણ વિદાય સમયે દુઆની પોટલી લેતી જાઉં,
બસ આંખમિચોલી ભેદભાવની કરીશ મા, કર પ્રચાર;
આ જીવતર મારું બને છો દેણું,
ચુકવીશ કોઇના જીવતરનું લેણું,
વિધીના લેખ લખાશે તારે આંગણ, ત્યારે
એક ઘરના દીવા પછી હું બીજાની જયોત બનીને,
મારે આંગણ બાળ જનમને સહૃદય વધાવીશ, એવો
મ્હારો છે નિર્ધાર, માડી મ્હારો છે નિર્ધાર.