STORYMIRROR

Isha Kantharia

Tragedy

3  

Isha Kantharia

Tragedy

મા ની વેદના

મા ની વેદના

1 min
239

પેટે પાટા બાંધીને એક મા બાળકને

ઉછેરીને મોટો કરે છે,

લોકોના ઘરે જઈ કપડા, વાસણ ધોઈને

પૈસા અને ખાવાનું લાવતી મા,

બાળપણમાં સારી લાગતી હતી,

એ જ મા આજે આંખમાં કણાની માફક ખૂંચે છે,


બાળક પડે તો ઉઠાવતી આંસુ લૂછતી,

ભગવાન જોડે બાળકની ખુશી માટે લડતી,

આજે એ જ મા પડી જાય તો

લાખો રૂપિયાનો માલિક દીકરો

સરકારી હોસ્પિટલમાં મા ને એકલી મોકલતો,

ને પોતે નોકરી સાચવતો.


શૌચ બાદ બાળકને હસતા મુખે સાફ કરતી,

બાળક મારે તો પણ હસતા મુખે માફ કરતી,

આજે એ જ મા ને શૌચ માટે ટોયલેટમાં

લઈ જવા હાથ પણ નથી પકડાતો.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Tragedy