STORYMIRROR

Jagruti rathod "krushna"

Children

4  

Jagruti rathod "krushna"

Children

મા ના ખોળે

મા ના ખોળે

1 min
415

પ્રસવ પીડા અકારી હસતે મુખે સહે છે,

જોઈ મુખ શિશુનું હર્ષના આસું વહે છે !


નહોતું જોયું મુખ ત્યારથી એ પ્રેમ કરે છે

દુનિયામાં એવું કોણ છે જે મા થી પરે છે !


સ્નેહલ સુરત અને મમતાની એ મૂરત છે,

વાત્સલ્યનો ભરેલો એ અખૂટ ભંડાર છે !


બાળ પર આવતી હરેક બલાને એ હરે છે,

નજર ઉતારે એ હરપલ બસ દુઆ કરે છે !


જગના તમામ સુખ જ્યારે મનને છળે છે,

ત્યારે શાંતિ ને હૂંફ માના ખોળે જ મળે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Children