STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

મા..એક પ્રેમાળ સર્જન

મા..એક પ્રેમાળ સર્જન

1 min
190

તે અમને જન્મ આપ્યો, તારો આભાર છે,

ઉતારી ના શકું આ ઋણ, એવો એ ભાર છે,


ઈશ્વરની પણ તોલે ના આવે છે મોલ તારો,

તારાં રૂપનો જુઓ કંઈક અલગ જ પ્રકાર છે,


સર્જન તું કેવું સુંદર ને પ્રેમાળ છે આ સૃષ્ટિનું,

લઉં મુખેથી નામ તારું, થાય દુઃખનો ઉપચાર છે,


તે ભાર ખૂબ ઝીલ્યો તો અવતાર મળ્યો અમને,

તારે કારણે જ પડી જીવનની પહેલી સવાર છે,


હાલરડાં સાંભળીને મોટાં થયાં, ને પામ્યા સુખ,

બાળપણના દિવસોની હવે તો યાદો અપાર છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational