STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

લૂંટાયા કરે છે - હઝલ

લૂંટાયા કરે છે - હઝલ

1 min
351

વંચકી એકડા ઘૂંટાયા કરે છે,

લૂંટવા જાય તો લૂંટાયા કરે છે,


નીચતાની હદે ઠામૂકા પહોંચે,

તે પ્રજામાં બધે ચૂંટાયા કરે છે,


નીચતાના વિરોધે આગળ વધે કો,

મૂંડકી તેમની ખૂંટાયા કરે છે,


પાટલી-બાટલીની મોટી રમતમાં,

દેશની સોગઠી ઝૂંટાયા કરે છે,


કોડ 'સાગર' બધાને બાપા થવાના,

અન્યની લૂંટમાં ઘૂંટાયા કરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy