લૂછતો ગયો
લૂછતો ગયો
1 min
534
ડૂબ્યો હું તારા પ્રેમમાં ને સતત ડૂબતો ગયો,
આ જાત મારી મૌત આગળ મૂકતો ગયો.
તે મારા અશ્રુઓની ઉપેક્ષા કરી સતત,
હું તારા આંસુઓને સદા લૂછતો રહ્યો.
તુજથી કરીને પ્રીત, કરી બંદગી તારી,
મારો ખુદા આ જાણી મુજથી રૂઠતો ગયો.
મંઝિલ ઉપરથી પાછો વળું શક્ય એ નથી,
પગલાં આ મારા પ્રેમ તારો ભૂંસતો ગયો.