STORYMIRROR

'Sagar' Ramolia

Children

3  

'Sagar' Ramolia

Children

લુહાર

લુહાર

1 min
544

આજ લઈ એરણ ને ઘણ, લોખંડને ટીપે છે,

લુહારભાઈ હાંકે ધમણ, લોખંડને ટીપે છે,


લઈ પટ્ટીઓ ને મારે બોલ, લોખંડને ટીપે છે,

બનાવે પલંગ અણમોલ, લોખંડને ટીપે છે,


કદી’ પટ્ટી વાળે ગોળાકાર, લોખંડને ટીપે છે,

દાતરડું બને ધારદાર, લોખંડને ટીપે છે,


કદી’ બનાવે મજાની ગાડી, લોખંડને ટીપે છે,

વળી કદી’ બનાવે કુહાડી, લોખંડને ટીપે છે,


એ હળની બનાવતા કોશ, લોખંડને ટીપે છે,

ખેડૂતને આપતા સંતોષ, લોખંડને ટીપે છે,


લોખંડથી એનો પનારો, લોખંડને ટીપે છે,

કરે મે’નતથી ગુજારો, લોખંડને ટીપે છે,


આજ લઈ એરણ ને ઘણ, લોખંડને ટીપે છે,

લુહારભાઈ હાંકે ધમણ, લોખંડને ટીપે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children