લોપાય મુખથી લાલિમા
લોપાય મુખથી લાલિમા
ઈશ્વર તણો ઉપકાર જીવન, જાણશો તો મોજ છે,
માનવ જગતમાં શ્રેષ્ઠ શાને ? વાંચશો તો ખોજ છે,
સુખ દુઃખ તણી ઘટમાળ છે આ જિંદગી, ના ભૂલવું,
છે વાત સાદી, ભૂલશો ને ભાગશો તો બોજ છે,
બચપણ, યુવાની ને વળી વાર્ધક્યની કેવી મજા !
સૌંદર્ય રૂડું પારખી લઈ, કોળશો તો ઓજ છે,
લોપાય મુખથી લાલિમાં ! જીવવું નથી એવું હવે,
ઉત્તમ કરમનું ભાત ભાવે, બાંધશો તો ભોજ છે,
આવાગમનનાં ખેલનું, પ્યાદું બની કાં જીવવું ?
રળિયાત જીવન 'શ્રી' કરી, જગ છોડશે તો હોજ છે.
