STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

લોકમાતા ગંગા

લોકમાતા ગંગા

1 min
28

સિંધુ સાગર હિમાલય ગોદથી ઊતર્યો શુદ્ધ સરિતા રૂપે 

હિમનદી શિખરે ગંગોત્રી ઝરણાં પ્રગટ્યાં ગંગા સ્વરૂપે,


સ્નેહે ભાગીરથી ભેટી દેવપ્રયાગે સૂર સખી અલકનંદા 

ધવલ નીર નિર્મલ પરે રુક્ષ બિંબ નીરખી લાજે ચંદા,


વહે જમણે યમુના તમસા સોન ને પુનપુન સ્રોતસ્વતી

ભર્યા તરાં તાજા જળ કિઉલ કર્મનાશા ચંદન સરસ્વતી,


ડાબે ઉપનદી રામગંગા ગર્રા ગોમતી ને ઘાઘરા ધુનિ

ગંડક બુરહી ગંડક કોસી ને મહાનંદા સ્રોતસ્વિની મુનિ,


ખડખડ વહે વારિ નિમ્નગા પદ્મા ધીરી ધારે ધીમે સરકે 

ઝટપટ દોડે પટ પર તટ ઋત ઘનસાર રેલાવતી ફરકે,


સલિલ સોગાત ધરવા ધરણીને સ્મિત ફેલાવતી મરકે 

નજરાણું દઈ નિર્ઝરી સરવર વીરડા જલ ભરવાં બરકે,


લટકા મટકા બાલ વયે કરે પહાડે રમણીય નાચે નાચ 

ધરે રૌદ્ર રૂપ શ્રાવણે તટ પર ભરપૂર નીર નચાવે નાચ,


તરુણી તટિની તરંગિણી પોષે પ્રેમે પશુ પંખી પારાવાર 

નિર્ઝરિણી વત્સલ જનની વન તરુવર જન કોટી અપાર,


સિંધુ સાગર હિમાલય ગોદથી ઉતર્યો શુદ્ધિકા સરિતા રૂપે

કરે સંતૃપ્ત તૃષા ક્ષુધા ને શ્રદ્ધા માતૃકા ગંગા બ્રહ્મસ્વરૂપે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract