STORYMIRROR

Dashrathdan Gadhavi

Inspirational

4  

Dashrathdan Gadhavi

Inspirational

લખવી છે

લખવી છે

1 min
199

આપો કોઈ કાગળ ને કલમ મને 

મારે રાજીપાની બે ઘડી લખવી છે, 


અને મને આપો થોડો એકાંતવાસ,

મારા દર્દની એકાદ ફૂલઝડી લખવી છે, 


લતા, કિશોરના ગીત અને હાલરડાઓ,

નારાયણના ભજનની બે કડી લખવી છે, 


ગયા વર્ષના ના કરું હું, લેખા જોખા,

મારે વર્તમાનની એક ગીતકડી લખવી છે, 


ભલે મળ્યા હો આપના દર્દ મને ઓ વ્હાલા,

મારે તમ વ્હાલની, એક જાદુપડી લખવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational