લઈશું !
લઈશું !
જ્યાં સુધી હૈયામાં હામ છે લડી લઈશું,
એમનેમ કંઈ થોડા હાર કબૂલી લઈશું,
ભલે ઠેસ વાગે શું થયું, પડી જઈશું,
ચાલવાનું કહો છો, અમે તો દોડી લઈશું,
દોસ્ત હોય કે દુશ્મન ફર્ક અમને નહીં પડે,
હાથ મિલાવાનું છોડો, ગળે મળી લઈશું,
ભલે ચાલ ગજબ આજે ખેલી ગયા એ,
સમય આવે એ ચાલ પણ પારખી લઈશું,
ભલે ને રૂપ બદલે નવા શું ફરક પડવાનો,
અંતે તો માણસ જ છે ઓળખી લઈશું,
'સ્નેહી' ના સ્નેહની કરી લેજો કસોટી,
કરી છે યારી, તો એને નિભાવી લઈશું.
