લગન દેશપ્રેમની
લગન દેશપ્રેમની


લગન લાગી દેશપ્રેમની સરહદે આ એક જ નારો છે,
દુશ્મનોની આખેઆખી ટોળી બાકી છે બચે ના કોઈ એ જ નારો છે.
છુપા વારથી બચીને દુશ્મનોને ભોંય ચટાડવા છે,
વિચારી ને ધ્રુજી ઉઠે એવી ધધકતી હોળી હજી બાકી છે.
ભલે ને ચોકી ઉપર હુમલો કરીને છમકલું કર્યું હોય,
પરંતુ દરેક ફોજીની અંદર ક્યાંક એક લગન બાકી છે.
ઘણાં વર્ષે મળ્યો જો આ મોકો તો બદલો લઈ લીધો,
હજી તો તોપગોળો અને બંદુકના રાસડા બાકી છે.
હવે પોતપોતાની ઊણપને છૂપાવીને એક મોકો લઈએ ચાલ,
શ્વાસ બાકી છે તો દુશ્મનોના લોહીની રંગોળી બાકી છે.
એવી વતનની મિટ્ટીનું રૂણ ચૂકવવાની હવે આપણી વારી છે,
જરા જો ધ્યાનથી દુશ્મનોની છાવણીમાં હજુ કોઈ બાકી છે.