STORYMIRROR

kajal ni kalame

Abstract

4  

kajal ni kalame

Abstract

લેખાજોખા

લેખાજોખા

1 min
351

વહી ગયો માર્ચ ને થાય છે હિસાબ ચોખ્ખા,

ચાલ કરી લઈએ આજ

લાગણીઓના પણ લેખાજોખા.


ઉધાર આપી છે પુંજી પ્રેમની, 

સામે ખાલી રહી ગયાં જમાં કેરા કોઠા.

ચાલ કરી લઈએ...


મળી છે આવક મુઠ્ઠીભર હૂંફની,

ખર્ચાઈ ગયા તન મન આમ જ સાવ ખોટા.

ચાલ કરી લઈએ..


નથી મળતું સરવૈયું સ્નેહના સંબંધનું,

સુલઝાવવાની કોશિશમાં થયા ગોટેગોટા

ચાલ કરી લઈએ...


મળ્યા નિત નવા નજરાણા કૈંક આ વરસમાં,

છૂટી ગયા જે, એ હતા સાવ ખાલી ખોખા.

ચાલ કરી લઈએ...


જેવું વાવીએ એવું લણીએ, એ કહેવત છે તદ્દન ખોટી,

અહીંયા રોજ બદલે માનવી એના મુખૌટા. 

ચાલ કરી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract