લે ઠેબા ખા !
લે ઠેબા ખા !
ધ્યાન નથી રાખતો ? લે ઠેબા ખા !
સીધો નથી ચાલતો ? લે ઠેબા ખા !
બંધ છે મગજનું દ્વાર સદા,
જરા નથી જાગતો ? લે ઠેબા ખા !
પાણી બની આગ હતી ઠારવાની,
ત્યાં કાંડી ચાંપતો ? લે ઠેબા ખા !
હતી મજા આનંદની દુનિયામાં,
બેસી આંસુ સારતો ? લે ઠેબા ખા !
‘સાગર’ રસ્તા બધે છે ફૂલોના,
તું કાંટા ભાસતો ? લે ઠેબા ખા !
