લાજુ વેચી
લાજુ વેચી
આતમ વેચી ખોરડા કર્યા, મુખ વેચી મહેલો રચ્યા,
શીદને આવી જિંદગી જીવ્યા, તન વેચી મનડા રમ્યા,
દલડા દુભવી દુનિયા ફર્યા, અંધારા ઓઢી ધોળા કર્યા,
શીદને આવા લાચાર બન્યા, મોતી છોડી માછલા ચર્યા,
લગામ છોડીને લાજુ વેચી, શરમ છોડી નકટા બન્યા,
શીદને આવા જન્મ લજવ્યા, મનખા દેહ મેલા રંગ્યા,
ભણતર છોડી મજૂર બન્યા, જીવતર આખા ઝેર કર્યા,
શીદને આવી મજબૂરી દીધી, હસી છોડી આંસુ ખર્યા !
