Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

વર્ષા પ્રજાપતિ

Drama

5.0  

વર્ષા પ્રજાપતિ

Drama

લાગણીઓની વર્ષા

લાગણીઓની વર્ષા

1 min
299

કોઈ એને હર્ષનાં કહે કોઈ દર્દનાં કહે છે,

મને એ મારાં નિકટનાં સ્વજન જેવાં લાગે છે.

ભલે કોઈ એને ખારું પાણી કહી વગોવે,

મને એ મારી લાગણીનું સ્વરૂપ લાગે છે.

આંખ રડે એ તો સૌને દેખાય છે,

હૃદયનાં આંસુ ક્યાં કોઈથી પરખાય છે.

દીકરીની વિદાયમાં એ હર્ષ મિશ્રિત લાગે,

દીકરાની વિદાય ટાણે એ ઝેર જેવાં લાગે છે.

સ્ત્રીની આંખમાં હોય તો લાગણીસભર લાગે,

પુરુષની આંખમાં હોય તો બિહામણાં લાગે છે.

નદી તળાવ હોય તો સૂકાય પણ ખરાં,

લાગણીઓની તો અવિરત 'વર્ષા' જ હોય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama