લાગણીઓની વધઘટ
લાગણીઓની વધઘટ


લાગણીઓ તો શેરના ભાવ જેવી છે,
ક્યારેક ઘટે તો ક્યારેક વધે,
ક્યારેક ઉછાળો આવે તો ક્યારેકે તળિયે બેસી જાય,
સ્નેહનું સેન્સેક્સ વધે તો પ્રેમની ઈન્ડેક્સ ઉપર જાય,
ક્યારેક તો લાગણી પણ હોય જાણે ફિફ્ટી ફિફ્ટી,
નફા ને નુકસાનમાં વધઘટ કરતું લાગણીઓનું નિફ્ટી,
ક્યારેક એટલી વધે કે ખુશીને સર્કિટ લાગી જાય,
તો કયારેક એટલી ઘટે કે દુઃખની મંદી આવી જાય,
લાગણી પર ના કોઈ દલાલી લાગે ના તો કોઈ સરચાર્જ,
લાગણી છે તો વ્યક્તિ રહે સદા રિચાર્જ,
લાગણી તો શેરના ભાવ જેવી છે,
કયારેક ઘટે તો ક્યારેક વધે.