લાગણીઓ અસિમિત
લાગણીઓ અસિમિત
લાગણીઓને ક્યાં કોઈ સીમા હોય છે !
એતો નીકળી પડે છે ખારા પાણીના દરિયાને મળવા....
પથ્થરો, ટેકરીઓ અને ઘણી વખતે પોતાનું વહેણ પણ સાંકડું બનાવી નીકળી પડે છે વિશાળ દરિયાને મળવા ...
જ્યાં એને મળી જાય કે પછી પોતાનું અસ્તિત્વ જ ક્યાં રહે છે...
આ તો લાગણીઓનો વહેણ માત્ર વહ્યા કરે છે !
ક્યારેક પોતાનું અસ્તિત્વ ગુમાવી તો ક્યારેક પોતાને સંકોચાઈને બસ વહ્યા કરે છે !

