STORYMIRROR

Dina Chhelavda

Romance

4  

Dina Chhelavda

Romance

લાગણીનું સરોવર

લાગણીનું સરોવર

1 min
589

તારી યાદ દિલમાં રોજ છલકાય,

મે મને ખુદને જ કહ્યું, મલકાય,

હા, મારી લાગણીઓ ક્યારેય નહિ ફંટાય


લાગણીઓના સરોવરમાં વિહરતો રહું છું,

મળી ના મને ક્યારેય છતાં ધબકતો રહું છું,


હ્ર્દય છે એમ સાવ કોરું થોડું રખાય,

કંકુભીના લાગણીના એમાં પગલાં સચવાય,


તને ક્યારેક તો મારી લાગણી સ્પર્શી હશે,

તારા હૈયામાં લાગણી ફુલ બની ખીલી હશે,


તારા હ્ર્દયમાં પણ અવિરત વરસી જ હશે,

વહી જવા દે ભરપુર લાગણી તરસી હશે,


આમ મારી લાગણી સાથે રમત ના રમ તું,

તું આપે થોડી લાગણી તો લાગે નસીબદાર હું,


શબ્દ બની મારા દિલમાં તું ધડકતી રહે,

નિરંતર રહેશે લાગણીની ભીનાશ વહેતી રહે,


સમય બદલાય જાય પણ પ્રણય એજ રહેશે,

પ્રણયનો રંગ હ્ર્દયની રંગોળીમાં ખીલી વહેશે,


વરસોની ચાહત છે એમ થોડી છોડી દેવાય,

પણ તને એ ના સમજાય તો કોને કહેવાય,

કે મારી લાગણીઓ ક્યારેય નહિ ફંટાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance