લાગણીની સીમા
લાગણીની સીમા
દિલમાં રહેલી લાગણી કદી સીમિત હોતી નથી,
જેની પાસે જે હોય એની કદી કિંમત હોતી નથી !
કેવી રીતે વિતે છે જીવન એ તું શું જાણી શકે,
એકાદી રાત મારી કદી અશ્રુ રહિત હોતી નથી !
અપેક્ષા શું રાખવી હવે કોઈથી મારે દુનિયામાં,
મળવાની મને એવી તો એમને મમત હોતી નથી !
હોય જો બંને તરફ તો જ એ સફળતા પામે છે,
કિનારે પહોંચતી કદી એકતરફી ચાહત હોતી નથી !
પૂરા જીવનમાં મળ્યું નહીં એકાદું સુખ તને 'ઉમંગ',
ને તમારી યાદથી વધુ સારી કોઈ રાહત હોતી નથી !
