STORYMIRROR

VARSHA PRAJAPATI

Fantasy

4  

VARSHA PRAJAPATI

Fantasy

લાગે છે

લાગે છે

1 min
206

કહું છું આમ તો તું સ્પર્શનો અવતાર લાગે છે,

જગતના આંગણે તારો ભર્યો દરબાર લાગે છે,


પલક ઝબકાવતાં લઈ જાય છે તું સરહદો છોડી,

અમારા પર થયો તારો, જ આ ઉપકાર લાગે છે,


મિટાવ્યું તે જગત અંતર, થયું છે વિશ્વ મુઠ્ઠીમાં,

હૃદયનો માર્ગ તો જાણે, મને ભેંકાર લાગે છે,


સરળ થઈ જિંદગી સૌની, ઘણાં તે કામ પણ કીધાં

સમય ખાનાર છે તું એ, હવે સાકાર લાગે છે,


નજીવી વાતમાં તારી, ઘણાં તૂટયા અહીં તો ઘર,

બધી વાતો હવે તારી અહીં બેકાર લાગે છે,


વિચારું શોધ તારી થઈ,અમારી ભૂલ પણ ત્યાં થઈ,

હવે તો હાર નક્કી છે, તું તારણહાર લાગે છે,


અલખના ઓટલે તારો, ઘણો વૈભવ છતાંયે પણ,

હવે આ યંત્રનો 'હેલી', બધાને ભાર લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy