STORYMIRROR

Dina Chhelavda

Classics Others

4  

Dina Chhelavda

Classics Others

લાડલી

લાડલી

1 min
260

આભથી ઉતરી એક વાદળી રે લોલ

સ્નેહ જલથી ભરેલી અપાર રે

હેતની વરસાવે હેલી લાડલી રે લોલ


ખળખળ ઝરણા સમી એ દીસતી રે લોલ

વહેતી નિરંતર બેમિસાલ રે

હેતની વરસાવે હેલી લાડલી રે લોલ


ભાવથી ભરેલ અજબ નેણલા રે લોલ

સપના મેઘધનુષી અપાર રે

હેતની વરસાવે હેલી લાડલી રે લોલ


કોડથી ભરેલ નાનું દીલડુ રે લોલ

સપ્તરંગી ભરેલી એમાં ભાત રે

હેતની વરસાવે હેલી લાડલી રે લોલ


ચાંદ તારા ચમકે અંધકારમાં રે લોલ

દિન રાત નો ઉજાસ બારેમાસ રે

હેતની વરસાવે હેલી લાડલી રે લોલ 


ટહુકતી મીઠી મધુરી મોરલી રે લોલ

મહેકતી ગુલાબ ની સુવાસ રે

હેતની વરસાવે હેલી લાડલી રે લોલ


પ્રાણથી વધારે પ્યારી દીકરી રે લોલ

એનું મૂલ ના અંકાય અનમોલ રે

હેતની વરસાવે હેલી લાડલી રે લોલ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics