ક્યારેક એવું બને ?
ક્યારેક એવું બને ?
ક્યારેક એવું બને ?
સૂરજ કરે આળસ ઊગવામાં ને નીંદર થોડી વધારે મળે,
પંખીઓના કલરવને થોડી આઝાદી મળે.
ક્યારેક એવું બને ?
હું જોડું હાથ ને તરત વરદાન મળે,
ખોવાએલ સઘળા સંબંધ પળવારમાં પાછા મળે.
ક્યારેક એવું બને ?
વૃક્ષો કરે વાતો ને માણસ છાયો આપે,
વાહનો લે વિરામ ને પશુઓની ઝાંખી નીકળે.
ક્યારેક એવું બને ?
બગડેલો ભૂતકાળ ઠીક થાય, કરેલી ભૂલ સુધરી જાય,
રિસાયેલી રિઆસત પણ પાછી આવી જાય.
ક્યારેક એવું બને ?
નીકળું ખુદા ની શોધમાં ને,
ખુદમાં જ મને તું મળી જાય !
