ક્યારે ખૂલશે ?
ક્યારે ખૂલશે ?
ક્યારે ખૂલશે શાળાઓ ? હવે ક્યારે ખૂલશે શાળાઓ ?
નિત્ય રમતા ને કંટાળો કરતાં, દરેક છોકરાં હવે એજ પૂછે છે, કેે ક્યારે ખૂલશેે શાળાઓ ?
શાળાએ જતાં, ને લપસણી ખાતાં, હિંચકે ઝૂલતા ને ચિચવે લટકતાં, એકબીજાનો નાસ્તો ખાતાં ને એકબીજાની પેન્સિલ વાપરતાં,
ક્યારે પાછા આવશેે એ દિવસો ! ભાઈ મારા ક્યારે પાછા મળશે એ દિવસો ?
શાળાની બસમાં સાથે જતાં, બારી પાસે બેસવાને ઝઘડો કરતાંં, વધેલા નાસ્તાની ઉજાણી કરતાં, ને અવનવા ગીતોની અંતાક્ષરી રમતાં,
ક્યારે શરૂ થશેે એ મસ્ત્તીઓ ! ભાઈ ક્યારેે શરૂ થશે એ મસ્તીઓ ?
બાકી રહેલુંં ઘરકામ બસમાં જ કરતાંં ને શાળામાં શિક્ષકની વઢમાંથી બચતાં, રમત નાં તાસમાં કબડ્ડી રમતાંં ને છૂટ્યા પછી સ્કેેેટિંંગ શીખતાાં.
ક્યારે કરીશું પાછાં એ ધિંંગાનાં ! ભાઈ ક્યારેે કરીશું પાછાં એ ધિંગાના ?
શાળાનાં વાર્ષિક કાર્યક્રમ માટે નૃત્યની પ્રેક્ટિસ કરતા, કાર્યક્રમના દિવસે અવનવી વેશભૂષાને
પોશાક પહેરતા, બધાં સાથેે ફોટો પડાવતા, આચાર્યસાહેબ પાસેથી ઈનામ, ચોકલેટને ગુલાબ લેતાં,
ક્યારે પાછી આવશેેએ ખુશીઓ ! ભાઈ મારા ક્યારે પાછી આવશે એ ખુશીઓ ?
