Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

3  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

ક્યાંક

ક્યાંક

1 min
203


ક્યાંક કોઈ આપણું થઈ મ્હોરી ઊઠે ને, 

ક્યાંક કોઈ સપનું ય ફૂટી નીકળે.. !

સાવ કંઈ બેસ્વાદ નથી આ જિંદગી વ્હાલા !

થોડું ધ્યાનથી જુઓ તો ક્યાંક કોઈ ગમતું ય અમસ્તું જ સામે આવી નીકળે !


કોઈ સ્વાર્થે ને કોઈ પરમાર્થે અહીં પમરી ઉઠે ને,

ક્યાંક કોઈ ઘરનું ય રૂઠી નીકળે, પણ...

સાવ કંઈ બેસ્વાદ નથી આ જિંદગી વ્હાલા !

થોડા ઘૂંટ કડવા ગળી તો જુઓ પછી ક્યાંક મીઠો વીરડો ય સામે ફૂટી નીકળે !


ડગલું ભર્યું કે હવે નહિ હટવું એવું ય થઈ ઊઠે ને,

ક્યાંક પાછી પાની પણ થઈ નીકળે.. !

સાવ કંઈ બેસ્વાદ નથી આ જિંદગી વ્હાલા !

કોઈ દિ' હારીને ય જીતવાની કળા અજમાવો કદાચ એમાં જ જીત એવી મળી નીકળે !


ઘૃણા તો આમેય મફત છે ને પ્રેમ તો ખરીદવો રહ્યો,

તો પ્રેમથી જ પ્રેમ ખરીદી જુઓ ને !

સાવ કંઈ બેસ્વાદ નથી આ જિંદગી વ્હાલા !

તમેય નહિ નુકસાનીમાં ને સામો પણ રહે છે ફાયદામાં એમાં જ નફો ફૂટી પણ નીકળે !


ક્યાં ક્યાં ગોતશો સુખ ને કે શણગાર ને દુનિયામાં,

જરા અંતર ને શોધી નિખારી જુઓ જરા !

સાવ કંઈ બેસ્વાદ નથી આ જિંદગી વ્હાલા !

મોજમાં જ રે'શો ને રાખશો આખા મલક ને મોજમાં, એવી મોજ ઊગી પણ નીકળે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract