કયાં નથી એ
કયાં નથી એ
ફુલો ફુલોમાં એની,
ખુશ્બુ સમાયેલી છે..
વૃક્ષો નાં પાંદડામાં,
એનું ધૈયઁ હજુપણ,
યથાવત છે,..
સ્પંદનોની વેલી માં પણ
એનો અણસાર છે...
ક્યાં નથી એએએ...??
કણ કણમાં એની
પ્રતિતિ થાય છે,...
હંમેશા એનાં ચહેરામાં,
દર્શનની ઝાંખી થાય છે...
ત્યાં મારું એની સાથે,
જૂનું સ્મિત વેરાયેલું છે...
જે હું ભેગું નથી કરી શકતી...
વાતો ની યાદો કહું તો એના,
સ્પર્શના સ્પંદનો વનરાઈ થઈ,
ને ફેલાઈ છે તેને હું મારી અંદર,
રોમ રોમમાં સમાવા માગું છું,
ફેર એટલો જ છે...
કે એ ધીર ગંભીર
અને હું ....ધીરજ વિનાની....
લાગણીશીલ...