ક્યાં જઈને કરવી રાવ
ક્યાં જઈને કરવી રાવ
ક્યાં જઈને કરવી રાવ ?
જ્યારે પોતાના જ આપે ઘાવ,
કોની પાસે જઈને માગવી છાંવ, ?
હવે ક્યાં કોઈને છે મારા માટે લગાવ,
કોને જઈને કરવી વાત ?
મારા પોતાના જ આપે છે મને આઘાત,
તમે જ કહો કોને જઈને કરવી વાત ?
આ સંબંધોના વિચ્છેદે હૈયે મચાવ્યો ઉત્પાત,
હવે કોને જઈને કરવી રાવ ?
ગગનથી તારલા રિસાયા,
આ બાગથી ફૂલો રિસાયા,
આ માછલીથી દરિયો રિસાયો,
આ વેલડીથી વૃક્ષ રિસાયું,
આ મનમાં ઉઠ્યો ઝંઝાવાત,
કોને જઈને કરવી વાત ?
આ લાગણી વિનાનો સંબંધ,
આપે નીત નવો આઘાત,
હૈયા પર થાય પીડાનો પ્રપાત,
કોની જઈને કરું મુલાકાત ?
કોની પાસે જઈ ને કરું રજૂઆત ?
કોને જઈને કરું વાત ?
