કવિતા - સૃષ્ટિ
કવિતા - સૃષ્ટિ
આંબા ડાળે કોયલ ટહુકી,
આનંદ તણી હેલી વરસી,
ફુલડાંઓએ સુગંધી વેરી,
ભમરાઓની દાનત બગડી,
બાંકડાઓ ખડ ખડ હસ્યા,
ડાળીઓ ઝૂકી ઝૂકી મલકી,
આસોપાલવ નાચી ઊઠ્યા,
ઉપવન તણી આંખો છલકી,
મનડું 'જશ' બન્યું લીલુછમ,
નિરખી આખી સૃષ્ટિ હરખી.
