કુમાશ વગરની લાગણી
કુમાશ વગરની લાગણી


અનહદ પ્રેમ હોય ત્યાં નફરતને તો અવકાશ જ નથી પણ,
શુષ્ક જવાબો સાંભળી તારા, ઊર્મિઓને દબાવતા, હવે હું શીખી ગયો છું,
બધી માંગો છોડી દીધી મેં, પ્રેમને આપણા ટકાવવા પણ,
એમાં હવે તું જ નથી, તો ગમોને છૂપાવતા, હવે હું શીખી ગયો છું.
હતું જે આપણી વચ્ચે, તે આપીને, લઈ લીધું પાછું.. પણ,
સથવારે એના, લાગે છે, કદાચ જીવતા હવે હું શીખી ગયો છું.
પ્રશ્ન નથી અહીં સમયનો, છે બસ જિદને તારી પોસવાનો,.. પણ,
કુમાશ વગરની લાગણીઓને, સ્વીકારતા હવે હું શીખી ગયો છું.
કોશિશો કરી 'નિપુર્ણ' સમજાવવાની,
નથી રાજી સમજવાને તું,..પણ,
મનને મારા હર વખતે મારતાં લાગે છે, હવે હું શીખી જ ગયો છું.