કુદરતનું અલૌકિક સર્જન
કુદરતનું અલૌકિક સર્જન
ઓઢીને લીલું પાનેતર ધરતી કેવી હરખાઈ !
જોને ફૂલોની મહેક લઈ આ હવા લહેરાઈ.
આ ઝાકળ બિંદુઓ પડતા ફૂલો શરમાઈ,
જોને ઝાકળના બિંદુથી એ કેવા મહેકાઈ.
ધરાને પણ જોને પર્વતનો બોજ ક્યાં લાગે છે !
આખરે વરસાદ પણ તો એજ લાવે છે.
ખેતરે ઊભો લીલો પાક જોને કેવો લહેરાઈ,
જોઈ એને કિસાન મનોમન કેવો હરખાઈ !
પર્વતમાંથી નીકળતા ઝરણા કરે ઝણકાર,
લાગે જાણે નવોઢાના કંગનનો રણકાર !
વર્ષા થકી પડી ધરા પર પાનેતરની ભાત,
જોઈ દુલ્હન સમી ધરા હરખાઈ માનવજાત.
કેવું ઊંડું અને કેવું અજબ છે,જો ખોજે તો મળે મોતી,
પછી દરિયો હોય કે માનવીનું મન,જે પ્રયાસો કરે એ લાવે ગોતી.
